ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાના બહાને 70,000 ની લાંચ માંગનાર આઉટ સોર્સ સુપર વાઇઝર અને કલાર્કને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ગાંધીનગરના હડમતીયા રોડ ઉપર ટ્રેપ ગોઠવીને આબાદ રીતે ઝડપી પાડી કાયદેસરન
.
ગુડાના લાંચિયા કર્મચારીઓ
એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ GUDAમાં ફોર્મ ભર્યું હતું. તેમનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું, ત્યારે આરોપીઓ રોહનભાઈ કિશોરભાઈ પાર્કર (સુપરવાઈઝર, આઉટસોર્સ) અને નયનકુમાર અમૃતલાલ પરમાર (જુનિયર ક્લાર્ક, આઉટસોર્સ) દ્વારા તેમની ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ તથા ચાવી અપાવવા માટે 70,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
જેના પગલે ગાંધીનગર ACB એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા અને સુપરવિઝન અધિકારી એ.કે. પરમારની ટીમે ગાંધીનગરના સેક્ટર-4 છાપરા પાસેના હડમતિયા રોડ પર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ દરમિયાન આરોપી નયનકુમાર પરમારે ફરિયાદી સાથે વાતચીત કરી હતી .જ્યારે આરોપી રોહનભાઈ પાર્કરે લાંચની રકમ 70,000 સ્વીકારી હતી .
એજ ઘડીએ ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ બંને લાંચિયા કર્મચારીઓએ સરકારી પદનો દુરુપયોગ કરીને ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા બંને લાંચિયાઓની કડકાઈથી પહોંચતા જ કરવામાં આવે તો GUDA ના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી શકે એમ છે.